ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર,રાજ્યમાં સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ

વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે

ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર,રાજ્યમાં સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ
New Update

વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે.વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે.

ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે.વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે વડોદરા શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17,525 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે. 2022-23માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો પછી યુનિવર્સિટી-કોલેજોનું સત્ર પણ સમયસર શરૂ થઈ શકશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની તારીખ સાથે ધો-10ના પરિણામ જાહેર કરવાની તારીખો પણ જાહેર કરી છે.

#Gujarat #Vadodara #12 સામાન્ય પ્રવાહ પરિણામ #12th Result #GSEB Result #GSEB Result 2022 #12th Science Result 2022 #Gujarat GSEB
Here are a few more articles:
Read the Next Article