ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે.
ઓલ ઇન્ડિયા CAનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થીની રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી છે. રિયા શાહ 83.50 ટકા સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અને ભારતમાં બીજા ક્રમાંકે આવી છે. નોંધનીય છે કે, ઓલ ઇન્ડિયા CAનું પરિણામ 13.45 ટકા આવ્યું છે.
CAના પરિણામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા બાદ રિયા શાહે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે પરીક્ષાના સમયે મારી તબિયત સારી નહોતી પણ પરિવારની હિંમતથી પરીક્ષા આપી ખૂબ મહેનત કર્યા બાદ આજે પરિણામ મળતાં ખુશી છે.'
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે (27 ડિસેમ્બર 2024) ICAI CA ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં આ પરિણામથી દેશને 11500 નવા CA મળ્યા છે. હૈદરાબાદના હરમ્બ મહેશ્વરી અને તિરુપતિના ઋષભ ઓસટવાલે સંયુક્ત રીતે ટોપ થ્રીમાં પ્રથમ પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંનેએ 84.67 ટકા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદની રિયા કુંજન કુમાર શાહે 83.50 ટકા અને ત્રીજા ક્રમે આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 82.17 ટકા મેળવ્યા છે.
નવેમ્બરમાં યોજાયેલી પરીક્ષામાં ગ્રુપમાં 66987 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 11253 એટલે કે 16.8 ટકા ઉમેદાવારો પાસ થયા હતા. જ્યારે બીજા ગ્રુપના 49459 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 10566 ઉમેદવારો સફળ થયા હતા. એટલે કે 21.36 ટકા પાસ થયા છે. બંને ગ્રૂપમાં ઉપસ્થિત 13.44 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, આ માટે 30763 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4134 વિદ્યાર્થીઓ સફળ થયા હતા.