Connect Gujarat
શિક્ષણ

અંકલેશ્વર: વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક રમતોત્સવનું કરાયું આયોજન,વડોદરા રેન્જના IG સંદીપસિંહ રહ્યા વિશેષ ઉપસ્થિત

વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ગર્વથી જાહેર કરે છે કે વિદ્યાર્થીઓના દૈનિક ટાઈમ ટેબલમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય આપનારી ગુજરાતની તે એકમાત્ર શાળા છે.

X

અંકલેશ્વરની વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સના વાર્ષિક રમતોત્સવનું ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા રેન્જના આઈ.જી.સંદીપ સિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, અંકલેશ્વર દ્વારા ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તેના 11મા વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં 1300 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વડોદરા રેન્જના IG સંદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા.આઈજી સંદીપસિંહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ સમગ્ર રાજ્યમાં એકમાત્ર એવી શાળા છે જ્યાં દરેક વિદ્યાર્થીને 17 સહ અભ્યાસક્રમ અને રમતગમતની પ્રવૃત્તિઓના વિશાળ મેદાનમાંથી પસંદગી કરવાની તક મળે છે.

વિઝન ઈન્ટરનેશનલ સ્કૂલ ગર્વથી જાહેર કરે છે કે વિદ્યાર્થીઓના દૈનિક ટાઈમ ટેબલમાં રમતગમતની પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રનો સમન્વય આપનારી ગુજરાતની તે એકમાત્ર શાળા છે.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, શાળાના ટ્રસ્ટી શીતલ આહુજા, ઉદ્યોગપતિ અશોક પંજવાણી, AIA પ્રમુખ જસુ ચૌધરી, દિનેશ પટેલ સહિતના આગેવાનો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Next Story