New Update
-
અંકલેશ્વર નગરમાં વિકાસના કામો
-
હિન્દી માધ્યમ શાળા અને કન્યાશાળામાં નિર્માણ
-
નવા ઓરડા અને હોલનું નિર્માણ
-
રૂ.2 કરોડથી વધુનો ખર્ચ કરાયો
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-માં નિર્માણ પામેલ નવા ઓરડા સહિતના વિકાસના કામોનું ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા અંકલેશ્વરની યુનિટી સ્કૂલ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર-1માં નવા ઓરડા, આચાર્યની ઓફિસ અને હોલનું રૂપિયા 2 કરોડથી વધુણા ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.આ બંને પ્રકલ્પોનું અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ લલિતા બહેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,કારોબારી ચેરમેન નિલેશ પટેલ,શાસનાધિકારી ડો.દિવ્યેશ પરમાર અને મુખ્ય અધિકારી કેશવ કલોડીયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોને અભ્યાસ અર્થે સારી ભૌતિક સુવિધા મળી રહે એ માટે નગર સેવા સદન દ્વારા વિવિધ શાળાઓમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બન્ને શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Latest Stories