વાલીઓને વધુ એક માર… ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ધો-10 અને 12ની ફીમાં વધારો, ફીમાં 10 %નો વધારો ઝીંકાયો....

ગાંધીનગર શિક્ષણ બોર્ડે વધુ એક જટ્કો વાલીઓને આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે.

New Update
વાલીઓને વધુ એક માર… ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ધો-10 અને 12ની ફીમાં વધારો, ફીમાં 10 %નો વધારો ઝીંકાયો....

ગાંધીનગર શિક્ષણ બોર્ડે વધુ એક જટ્કો વાલીઓને આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10ની ફી 355 રુપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઇઝ લધુતમ રૂ. 15 થી 40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ 655 થી વધારીને રૂ 665 કરવામાં આવી છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી 490 થી વધારીને રૂ 540 કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષા નવી શિક્ષિણ નીતિ મુજબ લેવાશે.

Latest Stories