ભરૂચ: જિલ્લામાં ધોરણ 10 અને 12ના 36,494 વિધાર્થીઓ 48 કેન્દ્રો ખાતે બોર્ડની પરીક્ષા આપશે

આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10  અને 12 ની પરીક્ષાઓના આયોજન અંગે બેઠક મળી....

New Update
Board Exam 2026

આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10  અને 12 ની પરીક્ષાઓના આયોજન અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી.નિવાસી અધિક કલેકટર ઈ.ચા. પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકના તમામ આયોજન ઘડી કઢાયું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપી હતી.ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડીંગ અને 788 બ્લોકમાં 23640 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડીંગના 325 બ્લોકમાં 9750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડીંગ 169 બ્લોકમાં 3380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

Latest Stories