/connect-gujarat/media/post_banners/1e08054754199b8861c8828e4da3f881650f211370aaca4550f8260bb56b4ede.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે ત્યારે ભરૂચ જિલ્લાનું 64% પરિણામ આવ્યું છે ભરૂચ જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતા જ વહેલી સવારથી જ છાત્રોએ સાઇબર કેફે તથા ઇન્ટરનેટ ઉપર પોતાનું પરિણામ જાણવા માટે દોટ મૂકી હતી ભરૂચ જિલ્લાનું ૬૪ ટકા પરિણામ જાહેર થયું છે..
જેમાં ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે ભરૂચ જિલ્લામાં પરિણામ જાહેર થતા જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો તો ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક શાળાઓમાં પણ ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું ખુશી વ્યક્ત કરી હતી...