Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે ધો-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો...

સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો

X

આગામી માર્ચ મહિનામાં શરૂ થશે બોર્ડની પરીક્ષા

પ્રાર્થના વિદ્યાલય ખાતે યોજાયો શુભેચ્છા સમારોહ

ધો-10, 12 બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાય

તજજ્ઞોએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું

પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા આશીર્વાદ આપ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તથા પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શિક્ષણ તજજ્ઞ આર.વી.પટેલ, સંત ઘનશ્યામજી વનદાસ તથા સંત સત્યજીવનદાસ પધાર્યા હતા. જેમાં સંત ઘનશ્યામજી અને સત્યજીવન સ્વામીએ જીવનમાં પ્રગતિ કરવા માટે ધ્યેય, પ્રાર્થના, પુરુષાર્થ અને સફળતા પર ઉમદું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથેજ શિક્ષણ તજજ્ઞ આર.વી.પટેલે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે 25 માળા કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સાથે જ આશીર્વાદરૂપે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજનો ફોટો તથા પ્રસાદ આપ્યો હતો.

Next Story