ભરૂચ : એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે NEP-2020 પર રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય પર એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય સંવાદ

  • એમ.કે.કોલેજ ઓફ કોમર્સ-ભરૂચ દ્વારા આયોજન કરાયું

  • વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક સેમિનાર યોજાયો

  • વાઈસ ચાન્સેલરો સહિતના આમંત્રિત મહેમાનોની હાજરી

  • સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

 ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરની એમ.કે.કોલેજ ઓફ કોમર્સ ખાતે NEP-2020 પર રાષ્ટ્રીય પરિષદ શિક્ષણની પુનઃ કલ્પના વિષય પર એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના 300 અધ્યાપકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુંતથા 150 અધ્યાપકોએ પોતાના પેપર્સનું પ્રેઝનટેશન કર્યું હતું. આ કોન્ફરન્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહજી ચાવડાબીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મધુકર પડવીસાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

એમ.કે.કોલેજના આચાર્ય ડૉ. વિજયકુમાર જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ શૈક્ષણિક કોન્ફરન્સ યોજવા બદલ તમામ વાઈસ ચાન્સલરોએ કોલેજને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ. નીશા કાલાવાડિયા તથા આભારવિધી IQAC કૉ-ઓર્ડિનેટર ડૉ. રાહુલ મહેતાએ કરી હતી.

Latest Stories