ભરૂચ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંગ્રેજી ભાષાની કાર્યશાળા યોજાઈ

  • જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષકો દ્વારા કરાયું આયોજન

  • અંગ્રેજી વિષયના નિષ્ણાત શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યું 

  • જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યશાળાનું મહત્વ સમજાવ્યું  

  • વર્ગખં ટીચિંગને વધુ અસરકારક બનાવવા પર મુકાયો ભાર  

Advertisment

 ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભરૂચ વેલ્ફેર હાઈસ્કૂલભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીવેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

 કાર્યશાળાનું આયોજન રફીક પટેલ- હિંગલોટ હાઈસ્કૂલ,મોહસીન એચ.પટેલ - ધી ટંકારીઆ હાઈસ્કૂલ અને એમિલ ક્રિસ્ટી - એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળાની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન સાથે કરવામાં આવી હતી.

સદર કાર્યશાળામાં પ્રથમ સેશનમાં ઉપસ્થિત અંગ્રેજી ભાષાના વિષય નિષ્ણાત ડો.ભાવિન ચૌહાણ દ્વારા Experimenting with Classroom Communication અને Body Language Teaching ઉપર ખૂબ સહજતાથી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ત્યારબાદ દ્વિતીય સેશનમાં સદર કાર્યક્રમમાં પધારેલા ડો. પ્રદ્યુમનસિંહ રાજ દ્વારા વર્ગખંડ ટીચિંગને વધુ  અસરકારક બનાવી શકાયએ માટે Experimenting with Task Based Language Teaching વિષય ઉપર ઉત્કૃષ્ટ ઉદાહરણ દ્વારા ઉપસ્થિત શિક્ષકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોતાના વક્તવ્યમાં શિક્ષકોને આ કાર્યશાળાનું મહત્વ અને વર્ગખંડમાં અંગ્રેજી વિષયને કંઈ રીતે વધુ અસરકારક રીતે ભણી શકાયએ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સદર કાર્યક્રમમાં વેલ્ફેર ટ્રસ્ટ તરફથી જાબીર ફાંસીવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories