Connect Gujarat
શિક્ષણ

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયો કારકીર્દી માર્ગદર્શક સેમીનાર...

વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત માર્ગદર્શક સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે.

X

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા "નવી દિશા-નવું ફલક" અંતર્ગત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળે તે માટે સૌપ્રથમવાર સુગ્રથિત માર્ગદર્શક સેમીનારના આયોજન કરવામાં આવ્યા છે.

જે અંતર્ગત ભરૂચ શહેરના ભોલાવ સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શક કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, એજ્યુકેશન ઈસ્પેક્ટર દિવ્યેશ પરમાર, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર સહિત શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તા. 1 જૂનથી 6 જૂન દરમ્યાન તાલુકા કક્ષાના કારર્કીર્દી માર્ગદર્શક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story