New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
શાળા સંચાલક મંડળે આવેદનપત્ર પાઠવ્યું
ફાયર સેફટી બાબતે કરાય રજુઆત
સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવા કરી માંગ
મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
ભરુચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એન.ઓ.સી મેળવવા માટે સરકાર ફાયર સેફટીના જરૂરી સાધના સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરુચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડયા,પ્રમુખ પ્રવીણસિંહ ડી રણા,મહામંત્રી રાજકુમાર ટેલર,ભીખાભાઇ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું છે.જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર NOC નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ-6ઠ્ઠી ઓગસ્ટના રોજ સુધીમાં ફાયર NOC મેળવવા ઓનલાઇન અરજી કરવા જણાવ્યુ હતું
પરંતુ ભરુચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનુ સંચાલન જે શાળા મંડળો કરે છે.તે આર્થિક રીતે સધ્ધર નથી આ ખર્ચ કરવા માટે આવકના કોઇ સ્ત્રોત નથી ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે.ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે
ત્યારે આ માટે સ્પેશ્યલ ગ્રાન્ટની ફાળવણી કરવા માંગ આવી છે..
Latest Stories