ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું બોર્ડ પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ,શાળા પરિવારે પાઠવી શુભેચ્છા

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તેમજ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓએ કનેક્ટ ગુજરાતના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ

  • ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ મેળવી સફળતા

  • CBSC અને ગુજરાત બોર્ડની પરીક્ષામાં મેળવી સફળતા

  • શાળા પરિવારે વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા

  • કનેક્ટ ગુજરાતના માધ્યથી ખુશી વ્યક્ત કરતા વિદ્યાર્થી 

ભરૂચ શહેરની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તેમજ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓએ કનેક્ટ ગુજરાતના માધ્યમથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ભરૂચ શહેરના ભોલાવ ખાતે આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBSC તેમજ ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી.અને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામ બદલ જય અંબે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.પોતાની સફળતાની ખુશી વિદ્યાર્થીઓએ કનેક્ટ ગુજરાત ચેનલના માધ્યમથી વ્યક્ત કરી હતી.

Latest Stories