ભરૂચ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે, પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ મળશે રૂ. 1 હજાર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ-2024ની પરીક્ષાનું ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે.

New Update
ભરૂચ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે, પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ મળશે રૂ. 1 હજાર
Advertisment

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ-2024ની પરીક્ષાનું ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં કુલ 6,646 અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 1,648 વિદ્યાર્થીઓ એટલે કે, પ્રાથમિક અને માધ્યમિકના મળી અને કુલ 8,294 વિદ્યાર્થીઓ આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે જિલ્લાના કુલ 37 કેન્દ્રો અને 618 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર CCTV કેમેરા પણ ચકાસી લેવામાં આવ્યા છે.

Advertisment

આ પરીક્ષામાં સરકારી પ્રતિનિધિ સહિત 56 કર્મચારી-અધિકારી અને 285 સુપરવાઇઝરો ફરજ બજાવશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે અવિરત વીજ સેવા મળી રહે તે માટે વીજ કંપનીના અધિકારીઓને તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હીટ વેવને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રો ઉપર આરોગ્ય વિભાગની એક ટીમ ઉપસ્થિત રહેશે. આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવાપાત્ર થાય છે. આ પરીક્ષા પાસ કરનાર અને મેરીટમાં આવનાર દરેક વિદ્યાર્થીને પ્રતિમાસ 1 હજાર લેખે 10 માસના કુલ 10 હજાર રૂપિયા શિષ્યવૃતિ પેટે ચૂકવવામાં આવશે, ત્યારે શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી.

Latest Stories