New Update
/connect-gujarat/media/post_banners/71e23995af4c5d4fd1740e85d407bd65d3420c650b37363ace6ff395e4b464f6.jpg)
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છીપવાડ મિશ્રશાળાના નવિનીકરણના ભાગરૂપે રૂ. 1.26 કરોડથી વધુના ખર્ચે 14 જેટલા ઓરડા બનાવવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, શિક્ષણ સમિતિના સભ્યો, પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા,વોટર વર્કસ કમિટી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં પાલિકા સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.