ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજનનું કરાયું આયોજન

બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન કર્યું હતું,ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

  • ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા

  • વસંત પંચમીના પાવન અવસરની પણ કરાઈ ઉજવણી

  • શાળામાં સરસ્વતી પૂજન સહિત હવનનો કાર્યક્રમ ઉજવાયો

  • વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રગતિ માટે માઁ સરસ્વતીની કરી પૂજા

  • વિદ્યાર્થીઓમાં સનાતન ધર્મ પ્રત્યેની રુચિ,આદર વધે તેવો પ્રયાસ 

Advertisment

ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ વર્ષે એક ખાસ અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.સંચાલક મંડળે બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરંપરાગત રીતે સરસ્વતી પૂજન અને હવનનું આયોજન કર્યું હતું,ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે વસંત પંચમી પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી,શાળા માંથી વિદાય લેનાર બ્રોડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી પૂજા અને હવનનું આયોજન માત્ર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ આપવાનું નહીં પરંતુ તેમને માનસિક શાંતિસકારાત્મકતા અને સફળતા માટે પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યું હતું. 

વિદ્યાલયના મુખ્યાધ્યાપકોએ આ અવસર પર વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યુંઆપણા સ્કૂલનો હેતુ માત્ર શૈક્ષણિક સફળતા પૂરું પાડવાનું નથીપરંતુ વિદ્યાર્થીઓને સંસ્કારનૈતિકતા અને આધ્યાત્મિકતા તરફ પણ માર્ગદર્શન આપવાનું છે. સરસ્વતી પૂજાનો આયોજનએ સાબિત કરે છે કે આપણે માત્ર વિદ્યા જ નહીંપરંતુ દિવ્ય આશીર્વાદ પણ આપીએ છીએ જેથી તેઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે અને તેમના જીવનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે. 

આ કાર્યક્રમમાં વિદ્યાલયના શિક્ષકોવિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ઉપસ્થિત હતા. સરસ્વતી પૂજા દરમિયાનસૌએ શ્રદ્ધાભાવથી દેવી સરસ્વતીની પૂજા કરી અને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. પૂજા અને હવનનું આયોજન વિશિષ્ટ યજ્ઞશાળામાં કરવામાં આવ્યું હતુંજ્યાં વિદ્યાર્થીઓશિક્ષકો અને માતાપિતાએ મળીને મંત્રોચ્ચારણ કર્યું અને દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી. 

આ અવસર પર વિદ્યાર્થીઓએ તેમની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યુંઆ આયોજન અમારો એક નવો આરંભ છે. આપણે આપણા સ્કૂલને છોડી રહ્યા છીએ અને આગળની મુસાફરી પર જઈ રહ્યા છીએપરંતુ આ પૂજાના માધ્યમથી અમને વિશ્વાસ છે કે દેવી સરસ્વતીના  આશીર્વાદ અમારી  સાથે રહેશે અને અમે અમારી પરીક્ષામાં સફળતા મેળવીશું.

વસંત પંચમીના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે યુપીએલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ વિભાગના પ્રોફેસર ડો.પ્રફુલ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા,અને વિદ્યાર્થીઓને તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories