ભરૂચ : શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા “રીસ્તે” થીમ આધારિત વાર્ષિકોત્સવ યોજાયો...

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

New Update
  • શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા આયોજન

  • રજતજયંતિ મહોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ ભવ્ય ઉજવણી

  • રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

  • શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી

  • વાર્ષિકોત્સવ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા 

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વાર્ષિકોત્સવ યોજાયો હતો.આજના આધુનિક અને તકનીકી જમાનામાં ભુલાઈ જતા પારિવારિક સંબંધો તેમજ તેનું સામાજિક મૂલ્યોનું સિંચન બાળકો પોતાના જીવનમાં કરે તે હેતુથી ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત શાળાના આચાર્યશાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories