ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો

એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.

ભાવનગર: ડમીકાંડમાં વધુ 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ,ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 થયો
New Update

રાજયમાં ચકચાર જગાવનાર ડમીકાંડ મામલે પોલીસ દ્વારા વધુ છ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યભરમાં ચકચાર મચાવનારા ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે વધુ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ ઝડપાયા છે તે પૈકીનો એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.

આજે વધુ 6 આરોપીઓ ઝડપાતા ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 પર પહોંચ્યો છે. ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા 14 એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન વધુ ચાર આરોપીઓના નામ ખૂલ્યા હતા. પોલીસ અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓને ઝડપી ચૂકી છે. હજી પણ આ મામલે 26 આરોપીઓને ઝડપવાના બાકી છે. ડીવાયએસપી સિંઘાલે કહ્યું હતું કે, અમે કેટલાક આરોપીઓને બોલાવી પૂછપરછ કરી રહ્યા છે તેઓની સામે પુરાવા મળતા ધરપકડ કરવામાં આવશે.

#Bhavnagar SOG #Dummikand #Bhavnagar Samachar #ડમીકાંડ #Yuvrajsinh Jadeja #GujaratConnect #Yuvrajsinh Jadeja Case #Exam 2023 #Bhavnagar
Here are a few more articles:
Read the Next Article