Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર : નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર બેઠકનો આજથી પ્રારંભ કરાયો...

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત દેશના અલગ અલગ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજથી 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ બેઠકમાં દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં ભાગરૂપે ટેકનોલોજી દ્વારા શિક્ષણ, ગવર્નન્સ અને ઉદાહરણરૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દસમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવશે.

જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધીઓ અને કાર્યપ્રણાલી રૂબરૂ નિહાળીને કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણને મોનિટર કરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તામાં પ્રગતિ થઈ રહી છે. જેનું ડેટા આધારિત નિદર્શન પ્રત્યક્ષ નિહાળે તે હેતુથી કેન્દ્રના શિક્ષણ પ્રધાન સહિત તમામ મહાનુભાવો સમગ્ર દિવસ દરમ્યાન અલગ-અલગ 4 જૂથમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલ બાયસેગ, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સની પણ મુલાકાત કરશે. આ તમામ મહાનુભાવો રાત્રે મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી-2020, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી શ્રેષ્ઠ યોજના, નેશનલ એજ્યુકેશન પોલિસી અમલી કરણ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ, નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કીટેક્ચર વગેરે ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ પ્રેઝન્ટેશન રજૂ થનાર છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિત દેશના અલગ અલગ રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story