ગાંધીનગર : બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા OMR સીટ આવતીકાલે સવારે સુધીમાં ઓનલાઇન જોવા મળી આવશે

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની OMR જોવાશે પરીક્ષામાં માત્ર 38 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા

New Update
ગાંધીનગર : બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા OMR સીટ આવતીકાલે સવારે સુધીમાં ઓનલાઇન જોવા મળી આવશે

આજ રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં 10 લાખ 45 હજાર ઉમેદવારોમાંથી 4 લાખ 1 હજાર 423 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. દરેક સેન્ટર પરથી પોઝિટિવ રિસ્પોન્સ સામે આવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આજ રાત સુધીમાં તમામ OMR ગાંધીનગર પહોંચશે.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ.કે.રાકેશે જણાવ્યું હતું કે આજે લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે પૂરી થતાં રાહતનો શ્વાસ લીધો છે.આજે મોડી રાત સુધીમાં તમામ સેન્ટરોમાંથી OMR સીટ લાવી દેવામાં આવશે. જે સેન્ટર દૂર છે તેમની OMR સીટ લગભગ વહેલી સવારે 2-3 વાગ્યા સુધીમાં આવશે અને કાલ સવારે પહેલા બધી OMR સીટ સ્કેન કરી અપલોડ કરી દેવામાં આવશે.