કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી
નગરપાલિકા સંચાલિત શાળાઓનો યોજાયો કાર્યક્રમ
350 બાળકોને શાળામાં અપાયો પ્રવેશ
બાળકોને શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ
બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાઠવી શુભેચ્છા
અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન હોલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે 350 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
અંકલેશ્વર શહેરની માઁ શારદા ભવન હોલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નિરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઇ.એન.જીનવાલા સ્કૂલ અને એમ.ટી.એમ ગર્લ્સ સ્કૂલ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.તથા શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને સહર્ષ આવકાર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
વધુમાં આ પ્રસંગે ઈ.એન.જીનવાલા અને એમ ટી એમ ગર્લ્સ સ્કૂલના 350 બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વધુમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસર નિમિત્તે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,કારોબારી ચેરમેન નિલેશ પટેલ,નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા,શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,નિરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના સંદીપ પટેલ સહિતનાઆમંત્રિતોઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ -1નો તારીખ 26 જૂન 2025ને ગુરુવારના રોજ પ્રવેશોત્સવ'નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા હેઠળ શાળાના ધોરણ -1માં નવા પ્રવેશ મેળવેલ સૌ નાના ભૂલકાઓનું તેમના વાલી સાથે સહર્ષ ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વિભૂતિ મહેતાએ કર્યું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષિકાઓના સુંદર માર્ગદર્શન હેઠળ નાના ભૂલકાઓએ સુંદર અભિનય ગીત રજૂ કર્યું હતું.