Connect Gujarat
શિક્ષણ

શું તમે પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી મેળવવા માંગો છો, તો અભ્યાસક્રમો દ્વારા આગળ વધી શકાય.

આજના સમયમાં દરેક વ્યક્તિ મીડિયાથી પરિચિત છે.

શું તમે પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દી મેળવવા માંગો છો, તો અભ્યાસક્રમો દ્વારા આગળ વધી શકાય.
X

મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ એટ્લે કે ચોથી જાગીર માનવામાં આવે છે અને તે સમાજના દરેક વર્ગના વિચારોને સરકાર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજના સમયમાં દરેક વ્યક્તિ મીડિયાથી પરિચિત છે. આ જોતા ઘણા યુવાનો આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે. જો તમે પણ મીડિયા સાથે જોડાઈને એક સારા પત્રકાર બનવા માંગો છો તો જર્નાલિઝમની ડિગ્રી મેળવવી જરૂરી છે.

ધોરણ 12માંથી મીડિયા સેક્ટરમાં UG કોર્સ ઉપલબ્ધ છે. ગ્રેજ્યુએશન કોર્સ કર્યા પછી, તમે ઉચ્ચ શિક્ષણ માટે આ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પીએચડી વગેરે પણ કરી શકો છો.

પત્રકારત્વના ક્ષેત્રમાં ઉપલબ્ધ મહત્વના અભ્યાસક્રમો :-

- પત્રકારત્વમાં સ્નાતક (બેચરલ ઓફ જર્નાલિઝમ )

- માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (એમએ ઇન જર્નાલિઝમ)

- બ્રોડકાસ્ટ જર્નાલિઝમમાં પીજી ડિપ્લોમા

- પત્રકારત્વમાં ડિપ્લોમા

- પત્રકારત્વ અને પબ્લિક રિલેશન

- પીજી ડિપ્લોમા ઇન માસ મીડિયા

તમે 12મું પાસ કર્યા પછી પત્રકારત્વ શરૂ કરી શકો છો. 12મી પછી, તમે આ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી શકો છો. જો તમે પહેલાથી જ ગ્રેજ્યુએશન કર્યું છે તો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા પત્રકારત્વમાં પીજી ડિપ્લોમા પણ કરી શકો છો. આ અભ્યાસક્રમો કર્યા પછી, તમે મીડિયા ક્ષેત્રમાં આગળ વધવા માટે લાયક બનો છો. અને ખાસ આ વિષયોમાં રુચિ હોવી જરૂરી છે જેથી તમે સારી રીતે કામ કરી શકો.

પત્રકારત્વ કર્યા પછી, તમે વિવિધ મીડિયા સંસ્થાઓ અથવા અખબારોમાં નોકરી મેળવી શકો છો. ખાનગી નોકરીઓ સાથે, વ્યક્તિ આ ક્ષેત્રમાં સમયાંતરે સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સરકારી નોકરીઓમાં પણ ભાગ લઈ શકે છે. મીડિયા સંસ્થાઓમાં તમને 12 થી 15 હજાર રૂપિયાનો પ્રારંભિક પગાર મળી શકે છે જે સમય અને અનુભવ સાથે વધે છે. સરકારી નોકરીઓમાં પગાર સરકાર દ્વારા નિર્ધારિત પગાર ધોરણ મુજબ આપવામાં આવે છે.

Next Story