Connect Gujarat
શિક્ષણ

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢીકલાક સુધી નહીં બેસવું પડે

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢી કલાક સુધી નહીં બેસવું પડે

GTUની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાટે ખુશખબર, હવે પેપર પૂર્ણ થયા બાદ અઢીકલાક સુધી નહીં બેસવું પડે
X

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થી ઈચ્છે તો ક્લાસરૂમ અને સેન્ટરની બહાર નીકળી શકશે. કોલેજોની અનેકવાર રજૂઆત બાદ નિયમોમાં ફેરફાર કરાયો છે.

મહત્વનું છે કે અગાઉ પેપર પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે અઢી કલાક સુધી બેસવું પડતું હતું. ગુજરાતની ટેકનિકલ કોલેજોના આધ્યાપકોના મંડળે GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી)ને રજૂઆત કરી હતી કે એમસીક્યુ અને થીયરી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી વારંવાર વહેલા જવા દેવા માટે તકરાર કરતા હોય છે. જેથી પરીક્ષા શરૂ થયાના એક કલાક બાદ વિદ્યાર્થીઓને જવું હોય તો પ્રશ્નપત્ર વગર જવા દેવામાં આવે.

આ નિયમો યુનિવર્સિટી દ્વારા દર વર્ષે લેવાતી થીયરીકલ પરીક્ષા અને એમસીક્યુ પરીક્ષાઓમાં લાગુ પડશે. સાથે જ આ નિયમ વર્તમાન વર્ષની હાલની સેમેસ્ટર પરીક્ષાઓથી જ લાગુ પડી જશે.

Next Story