કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન
ભુજ તાલુકાની કુરન પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન
મુખ્યમંત્રીએ નાના ભૂલકાઓને શાળામાં પાપા પગલી કરાવી
દીકરીઓને ભણાવવા મુખ્યમંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025’ અંતર્ગત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની કુરન પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુરન ગામમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ બાળકો સાથે વ્હાલભેર ગોષ્ઠી પણ કરી હતી.
આ પ્રસંગે કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને અનુરોધ કર્યો હતો. ત્યારબાદ નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ હતું. આ સાથે જ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીની સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.