/connect-gujarat/media/media_files/2025/07/12/untitled-2025-07-12-16-54-36.jpg)
કેરલાની સ્કૂલોના ક્લાસરૂમોમાં સ્ટુડન્ટ્સને બેસવા માટેની વ્યવસ્થા એક મલયાલમ ફિલ્મના ક્લાઈમેક્સ સીન બાદ બદલવામાં આવી રહી છે.
સામાન્ય રીતે સ્કૂલમાં ફ્રન્ટ બેન્ચર્સ ટોપર્સ તરીકે જોવામાં આવે છે, જ્યારે બેક બેન્ચર્સને મુશ્કેલી સર્જનારાઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે મલયાલમ ભાષાની ફિલ્મ ‘સ્થાનાર્થી શ્રીકુટ્ટન’ના ક્લાઇમેક્સ સીનમાં U-આકારનો ક્લાસરૂમ દર્શાવવામાં આવ્યો હતો.જ્યાં ટીચર વચ્ચે ઊભા રહે છે અને ક્લાસના દરેક સ્ટુડન્ટ પર એક સરખું ધ્યાન આપે છે.
સામાન્ય રીતે સ્કૂલોમાં ક્લાસરૂમો એસેમ્બલી લાઇન જેવી ડિઝાઇન કરવામાં આવે છે.જેમાં ફ્રન્ટ બેન્ચની સામે ટીચર હોય છે અને પછીની હરોળમાં સ્ટુડન્ટ્સ બેસતા હોય છે.
અર્ધવર્તુળ આકારમાં સ્ટુડન્ટ્સના બેસવાની વ્યવસ્થાએ ભારે ચર્ચાનું સ્થાન લીધું છે.અને આ શાળાથી પ્રેરાઈને અન્ય શાળાઓ પણ આ મોડેલને અપનાવીને શાળામાં એક અલગ વાતાવરણ સર્જી શકે છે.
Kerala | Malayalam film | school | classrooms