પોલીસ ભરતીની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.પહેલા 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજાવાની હતી.જોકે, હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે.
10 થી 15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, PSI અને PI ભરતી માટેની શારીરિક પરીક્ષા લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.જો કે, પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષાના આયોજનને લઈને હજી સુધી સત્તાવાર રીતે કોઈ નક્કી તારીખ જાહેર કરવામાં આવશે.
હસમુખ પટેલ દ્વારા IPS સેવા માંથી અને ચેરમેન પદેથી રાજીનામું આપતા ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હવે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મોડું થતાં ઉમેદવારોને તૈયારી માટે વધુ સમય મળશે.