/connect-gujarat/media/post_banners/da6cb3f1f4e5a192e537fe2436b9ac0ae060dc7d92d4b6ddcec5fa05d69a2879.webp)
ધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ધ ચાર્ટર્ડ એકાઉનટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2022માં CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રૂપ-1માં 100265 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 21244 વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટ્લે કે 21.19 ટકા પરિણામ આવ્યું હતું તો બીજી તરફ ગ્રૂપ-બીમાં 79292 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 19380 વિદ્યાર્થીઓ પાસ થયા હતા એટ્લે કે 24.44 ટકા પરિણામ આવ્યું હતું. બન્ને ગ્રૂપમાં 37428 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 4759 પરિક્ષાર્થીઓ પાસ થયા છે અને તેમનું પરિણામ 12.72 ટકા જાહેર થયું છે.