/connect-gujarat/media/post_banners/989f98027f035d9f9df609af94a62a729990cbfb46e319b945ac1f26f87add36.webp)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. ત્યારે પેપર ચકાસણીની કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી આજે પૂર્ણ થશે. પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં તમામ પરિણામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે.લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે.