Connect Gujarat
શિક્ષણ

સુરત: વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 જૂનથી શિક્ષણકાર્ય શરૂ,જુઓ સમગ્ર વર્ષનું કેલેન્ડર

શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ 22 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે..

X

વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 જૂનથી શિક્ષણકાર્ય શરૂ થઈ જશે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો ક્યારથી શરૂ કરવી તે અંગે નિર્ણય લેવાયો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો ક્યાંરથી શરૂ કરવી તે અંગે નિર્ણય લેવાયો હતો જેમાં થયેલી ચર્ચા મુજબ શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ 22 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે..

દિવાળી વેકેશન ૧૯મી ઓક્ટોબરથી ૮ નવેમ્બર સુધીનું રહેશે કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા 9 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે આ સાથે જ પ્રથમ સત્ર 14 ડિસેમ્બર સુધીમાં સમાપ્ત કરવાનું નક્કી કરાયું છે આ સત્ર વચ્ચે સમયસર કોલેજ શરૂ થઈ જાય તે માટે પ્રવેશ પ્રક્રિયા 22મી જુન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે આ સમય પત્ર ના આધારે બેઠકમાં નર્મદ યુનિવર્સિટીના ગ્રેજ્યુએશનના કોર્સમાં ત્રણ અને પાંચ સેમેસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએટમાં ત્રણ સેમિસ્ટર આગામી ૧૫મી જૂન સુધી શરૂ થશે આમ ૧૫મી જૂનથી કોલેજો ધમધમતી થઇ જશે

Next Story