Connect Gujarat
શિક્ષણ

વડોદરા: જેટકો ભરતી રદ મામલે ઉમેદવારોનું મોટીસંખ્યામાં વિરોધ પ્રદર્શન,સરકારને આપ્યુ 48 કલાકનું અલ્ટીમેટમ

ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે.

X

વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ આ બાદ આજે ઉમેદવારોએ સરકારને 48 કલાકનો સમય આપી આંદોલન સમેટવાની જાહેરાત કરી છે જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે.

ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આખો દિવસ ભારે રોષ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો. જે આજે બીજા દિવસે પણ યથાવત્ હતો. પરંતુ ઉમેદવારોએ સરકારને સમય આપ્યો છે અને 48 કલાક પૂરતુ આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.

આંદોલનને લઈને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ આંદોલનને આજે અહીં અલ્પવિરામ આપીએ છીએ.80 ટકા ઉમેદવારોએ સરકારને સમય આપવાનું મંતવ્ય આપ્યું છે. જો 48 કલાકમાં કોઈ નિર્ણય નહીં લેવાય તો ફરીથી આંદોલન કરીશું. જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરીશું અને સત્યાગ્રહ પણ કરીશું.

Next Story