/connect-gujarat/media/post_banners/425c954071ec3491fc539e45f6cc8d24ed6ced9c9af170e2594aeb2bfc177031.jpg)
દિવાળી વેકેશન પૂર્ણ થતા જ રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે વડોદરા ખાતે શાળા સંકુલો બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યા હતા.
21 દિવસના લાંબા દિવાળી વેકેશન બાદ આજે પુનઃ શાળાઓ ધમધમતી થઈ છે, ત્યારે આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ શાળાઓમાં ઉત્સાહભેર આવતા જોવા મળ્યા હતા, જ્યારે શિક્ષકોમાં પણ વેકેશન બાદ પ્રથમ વખત વિદ્યાર્થીઓને મળી રહ્યા હોય જેથી તેઓના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યા હતા. દિવાળી વેકેશન બાદ આજથી શરૂ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. જોકે, આજે શાળાઓમાં વિદ્યાર્થીઓનો દિવાળી વેકેશન બાદ પ્રથમ દિવસ હોય જેથી વિદ્યાર્થીઓએ પણ પોતાના મિત્રો અને શિક્ષકોને મળવાની ખુશી અનેરી હોવાનું જણાવ્યું હતું.