ભરૂચ તાલુકાના ગંધાર ગામે ગંધારનાભાઠામાં સમસ્ત આહિર સમાજ દ્વારા નવ નિર્માણ પામેલ શ્રી બીલીઆઈ માતાજી અને મોગલ માતાજી ના નવનિર્માણ પામેલ માતાજીના મંદિરને અડીને વિસાર સત્સંગ હોલ તથા મંદિર સંચાલન માટે વિશાળ ઓફિસ અને પક્ષીઓ માટે વિશાળ ચબૂતરાનું આજરોજ આહીર સમાજના 75 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વડીલોને ગંધાર ગામે માતાજીના મંદિર ખાતે બોલાવી એકત્ર કરી તેઓના વરદ હસ્તે માતાજીના નવનિર્માણ પામેલ હોલ અને કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમાજના 300 થી વધારે વડીલોના નવનિર્માણ પામેલ ભવનમાં તેઓના પગલાં પાડવામાં આવ્યા હતા સાથેજ આવેલ તમામ વડીલો નો સમાજના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા તેઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.

