ટ્વિટરનું નામ અને લોગો બદલ્યા બાદ હવે ઇલોન મસ્કે તેનું ડોમેન બદલીને x.com કરી દીધું છે. X પર આ માહિતી આપતા તેમણે લખ્યું, ‘તમામ કોર સિસ્ટમ હવે x.com પર છે.’ 24 જુલાઈ, 2023ના રોજ, મસ્કે ટ્વિટરનું નામ અને લોગો બદલીને X કર્યો. પછી x.com ને twitter.com પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મુખ્ય ડોમેન x.com માં બદલાઈ જવાથી twitter.comને તેના પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું છે.