Happy Birthday Emraan Hashmi : બોલિવૂડનો ‘સિરિયલ કિસર’ ઈમરાન હાશ્મી આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર દરેક તેને પોતાના સ્તરે સરપ્રાઈઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઈમરાન આખરે ઈમરાન છે. પોતાના જન્મદિવસ પર સૌથી વધુ ગિફ્ટ લઈને તેણે પોતે જ બધાને ચોંકાવી દીધા છે. જિંદગીના ખાસ દિવસે ઈમરાન હાશ્મીએ તેનું ગીત ‘Ishq Nahi Karte’ રિલીઝ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. જ્યારથી ટીઝર બહાર આવ્યું છે. ત્યારથી ચાહકો અભિનેતાના મ્યુઝિક વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે રાહનો અંત આવ્યો. ઈમરાને તેના જન્મદિવસ પર ગીત રિલીઝ કરીને બધાનો દિવસ બનાવી દીધો છે.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>

ઈમરાન હાશ્મીનો નવો મ્યુઝિક વીડિયો ઈશ્ક અને ઈશ્કમાં જોવા મળતા દર્દ પર શૂટ કરવામાં આવ્યો છે. જેમાં અભિનેતાની મનમોહક એક્ટિંગ જોવા મળે છે. ઈમરાન એક એવો કલાકાર છે જેણે પોતાની કારકિર્દીની મોટાભાગની ફિલ્મોમાં આશિકની ભૂમિકા ભજવી છે અને તેની સાથે ન્યાય પણ કર્યો છે. આવું જ કંઈક આ મ્યુઝિક વિડિયોનું પણ છે. જેને તમે એક વાર નહીં પણ વારંવાર સાંભળવા ઈચ્છશો.