ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી હતી
ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીકસમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનની બહેનો, મહિલા પદાધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી.જિલ્લા ભાજપ સંગઠન, ચૂંટાયેલી પાંખની 80 થી વધુ બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, મોઢું મીઠું કરાવીને રક્ષાકવચ સમાન પવિત્ર રાખડી બાંધી હતી. આ તકે બહેનોએ જિલ્લાના ભાજપ પરિવારના સંગઠનાત્મક વિકાસ અને પ્રમુખના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના ધર્મપત્નીએ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ તમામ બહેનોને યથાશક્તિ ભેટ આપી હતી.
