• SOU-જંગલ સફારીમાં વિવિધ સુવિધાઓ ઊભી કરાય

  • ઉનાળામાં પ્રાણી અને પક્ષીઓની વિશેષ કાળજી લેવાય

  • પ્રવાસીઓ માટે અનેકવિધ સુવિધાઓ પણ ઉભી કરા

  • ખાસ ફ્રોઝન ફૂડ, પોપ્સીકલસએરકુલર-ACની વ્યવસ્થા

  • તબીબો દ્વારા પ્રાણી-પક્ષીઓના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સ્થાપિત કરવામાં આવેલ સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં સેંકડો દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃતિની સાથે-સાથે જનજાગૃતીના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે.

હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી- પક્ષીઓની એક પરીવારજનની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ માટે ખાસ ડાયેટ પ્લાન અંતર્ગત ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છેકેટલાક વિદેશી પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોજન કરીને તેના આઇસ કયુબ અને પોપ્સીકલસ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે.

આ સાથે સાથે પ્રાણી-પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી-પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરીયાત મુજબ એરકુલર, AC, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, અને વિદેશી અને ભારતીય બર્ડ એવીયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મુકીને પણીનો સતત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રાણી-પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યુ છે. 

પ્રત્યેક પિંજરામાં નાના-મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છેજેમાં હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છેતો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી-પક્ષીઓ કે, જે મોટાભાગે વિદેશથી લાવવામાં આવેલ છે. જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ છે, જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે. આમ, જંગલ સફારીના પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અન્ય વિવિધ દેશોમાંથી અહીં લાવવામાં આવ્યા છે.