Connect Gujarat
મનોરંજન 

KBCમાં મહાનાયક સામે અમદાવાદના 9 વર્ષના ટેણિયાએ રૂ. 25 લાખ જીત્યા...

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે,

KBCમાં મહાનાયક સામે અમદાવાદના 9 વર્ષના ટેણિયાએ રૂ. 25 લાખ જીત્યા...
X

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે, ત્યારે આ હોટ સીટ પર બેસવા માટે અનેક લોકો આતુર હોય છે. પરંતુ કેટલાક લકી લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે. તેવામાં અમદાવાદના 9 વર્ષના ટેણિયાંએ KBCની હોટ સીટ પર પહોંચીને 25 લાખ રૂપિયા જીત્યા છે.

અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર પહોંચનાર લકી ગુજ્જુ બોય એટલે 9 વર્ષનો આર્ય શાહ. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા ગૌતમ શાહ અને નેહા શાહનો પુત્ર આર્ય શાહ ધોરણ-4માં અભ્યાસ કરે છે. આર્ય શાહે ભણવામાં પહેલેથી જ હોશિયાર છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. તેથી તેણે KBCના જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડમાં જવાનો નિર્ણય કર્યો હતો, અને તેના માતા-પિતા તેને સાખ આપ્યો. આર્યએ એપ્લિકેશન દ્વારા પૂછાયેલા પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હતો, જેમાં પાસ થતા તેનો મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો, આ બાદ તેનો KBCમાં ઓફિશિયલ પ્રવેશ થયો હતો. KBC સ્ટેજ પર દરેક કન્ટેસ્ટંટ 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે. તેમાંથી પાર થઈને તે બિગ બી સામે હોટ સીટ પર પહોંચ્યો હતો. ફાસ્ટ ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નનો ઝડપથી જવાબ આપ્યા હતા. ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ન આપ્યો. પરંતુ સારી સ્પીડને કારણે તે હોટસીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેમના નામની જાહેરાત થતાં જ તેના માતા પિતા ખુશ થઈ ગયા હતા. તમામ સવાલોના જવાબ આપીને આર્ય 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો હતો. આર્યએ રૂ. 1.20 લાખ, રૂ. 12.50 લાખ અને રૂ. 3.20 લાખના પ્રશ્ન માટે પણ લાઈફ લાઈન વાપરી હતી. રૂ. 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો છે.

Next Story