ઇલિયાના ડીક્રુઝના ઘરે આવ્યો એક નવો મહેમાન, સોશ્યલ મીડિયા પર દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું અનોખું નામ...

બોલીવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહી છે. પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી સોશ્યલ મીડિયા પર તે સુંદર તસવીરો શેર કરી રહી છે.

New Update
ઇલિયાના ડીક્રુઝના ઘરે આવ્યો એક નવો મહેમાન, સોશ્યલ મીડિયા પર દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું અનોખું નામ...

બોલીવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહી છે. પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી સોશ્યલ મીડિયા પર તે સુંદર તસવીરો શેર કરી રહી છે. તાજેતરમાં ઈલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ફોટોસ શેર કરી હતી, જેમાં તેણે તેની સ્થિતિ જણાવી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તે હવે કેમ કામ કરી શકતી નથી. હાલમાં જ ઇલિયાનાના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ઈલિયાનાના ઘરે પુત્રનો જન્મ થયો છે. ઇલિયાનાએ તેના બાળકની ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ સાથે તેણે પુત્રનું નામ પણ જણાવ્યું છે. ઇલિયાનાએ પુત્રનું નામ કોઆ ફોનિક્સ ડોલન રાખ્યું છે. ફેન્સ ઈલિયાનાને સોશ્યલ મીડિયા પર ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા બોલીવૂડ સેલેબ્સ પણ ઈલિયાનાને માતા બનવા માટે અભિનંદન આપી રહ્યા છે. ઇલિયાનાએ પુત્રનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે બાળકની જન્મ તારીખ પણ આપી છે. ઇલિયાનાએ જણાવ્યું કે તેણે 1 ઓગસ્ટ 2023ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.

Latest Stories