દીકરી ઈરાના લગ્નમાં આમિર ખાને કર્યો જોરદાર ડાન્સ, વિડિયો થયો વાયરલ

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે.

New Update
દીકરી ઈરાના લગ્નમાં આમિર ખાને કર્યો જોરદાર ડાન્સ, વિડિયો થયો વાયરલ

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરે હંમેશ માટે પતિ-પત્નીના સંબંધમાં બંધાય ગયા છે. 3 જાન્યુઆરીએ કપલે તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ ખાતે રજિસ્ટર્ડ લગ્ન કર્યા. આ દરમિયાન અંબાણી પરિવાર સાથે ખાન અને શિખરે પરિવારે ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે પિતા આમિર ખાનનો એક ડાન્સ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.


આમિર ખાનની દીકરીના લગ્ન એક્ટર કોઈ અવાજ ઉઠાવ્યા વિના ન થાય એ શક્ય નથી. અભિનેતાની બહેન નિખાતે અગાઉ ઈ-ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આયરાના લગ્નમાં દરેક લોકો ડ્રમ અને ગીતો પર ડાન્સની પ્રેક્ટિસ કરતા હતા. આ દરમિયાન, આમિર ખાનનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવ બંને આયરાના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે.

Read the Next Article

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

New Update
diljit

દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.

આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.

તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'