/connect-gujarat/media/post_banners/cd276e8e99a4b49d34b485282ec48eba8ef0ef0b606aa84c1e7cfa65129bfff1.webp)
નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ આવેલ ભૂકંપના કારણે તબાહીના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
RRR એક્ટર જુનિયર NTRએ જણાવ્યું કે તે ઘણા દિવસોથી જાપાનમાં રહ્યો હતો. ભૂકંપના થોડા કલાકો પહેલા જ તે ત્યાંથી નીકળી ગયો હતો. જૂનિયર એનટીઆરએ 2 જાન્યુઆરીની રાત્રે જાપાનમાં આવેલા ભૂકંપ વિશે ટ્વિટ કર્યું છે. આ ચોંકાવનારી ઘટના વિશે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે તે ખૂબ જ આઘાતમાં છે. અભિનેતાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને જાપાનના ઝડપી સ્વસ્થ થવાની વાત કરી.
જુનિયર એનટીઆરએ કહ્યું, "જાપાનથી આજે ઘરે પરત ફર્યા અને ભૂકંપના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો. છેલ્લું અઠવાડિયું ત્યાં વિતાવ્યું અને તેનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. જેઓ ભાગી છૂટવામાં સફળ થયા તેઓ માટે. ખુશ છું, મજબૂત રહો, જાપાન."