/connect-gujarat/media/media_files/2025/10/15/pnk-der-2025-10-15-15-48-31.png)
મહાભારતમાં કર્ણની ભૂમિકાએ અપાવી હતી ઓળખ
બી. આર. ચોપડાની વિખ્યાત ટીવી સિરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અમિત બહલે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વર્ષ 1998માં દૂરદર્શન પર પ્રસારિત મહાભારત સીરિયલ પછી તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય થયા હતા.
પંકજ ધીર ઘણા સમયથી કેન્સરની સારવાર હેઠળ હતા. છેલ્લા દિવસોમાં તેમની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેમણે એક મોટી સર્જરી પણ કરાવવી પડી હતી. સોશિયલ મીડિયામાં પંકજ ધીરના મૃત્યુના સમાચાર જોઈને અનેક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય સેલિબ્રિટી પણ અશ્રુભીની આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.