/connect-gujarat/media/media_files/2025/04/21/d5T1hflGVQaT9PLToBkL.jpg)
સલમાન ખાન બાદ હવે ટીવી અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
આ અભિનેતા બીજું કોઈ નહીં પણ રૂબિના દિલાઇકના પતિ અભિનવ શુક્લા છે. ધમકી આપનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈનો સાગરીત ગણાવ્યો છે અને કહ્યું કે,જેમ મેં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કર્યો હતો, તેમ હું તમારા ઘર પર પણ ગોળીબાર કરીશ. અભિનવને ઇન્સ્ટાગ્રામ પર ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મેસેજમાં આસિમ રિયાઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અંકુશ ગુપ્તા નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર અભિનવને એક મેસેજ મોકલ્યો છે. મેસેજમાં લખ્યું છે, “હું લોરેન્સ બિશ્નોઈનો માણસ છું. મને તમારા ઘરનું સરનામું ખબર છે. શું હું આવીને તમને ગોળી મારી દઉં? જેમ મેં સલમાન ખાનના ઘરે ગોળી મારી હતી, તેમ હું AK47 લઈને તમારા ઘરે આવીશ અને તમારા પરિવાર અને તમારા હોમગાર્ડ્સને ગોળી મારીશ અને 15 લોકોને મુંબઈ લઈ જઈશ.”
મેસેજમાં આગળ લખ્યું છે, “મને એ પણ ખબર છે કે તું કયા સમયે શૂટિંગ પર હોય છે. હું તને છેલ્લી ચેતવણી આપી રહ્યો છું. આસિમને કંઈ ખોટું બોલે તે પહેલાં, તારું નામ સમાચારમાં આવશે, લોરેન્સ બિશ્નોઈ ઝિંદાબાદ. બિશ્નોઈ ભાઈ આસિમ સાથે છે.” ફિટનેસ રિયાલિટી શો બેટલગ્રાઉન્ડ વિવાદ પછી અભિનવ શુક્લાને આ મેસેજ મળ્યો છે.
આ મામલો આસિમ રિયાઝ અને અભિષેક વચ્ચેના ઝઘડાથી શરૂ થયો
બેટલગ્રાઉન્ડના શૂટિંગ દરમિયાન, આસિમ રિયાઝ અને અભિષેક મલ્હાન વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે રૂબીના દિલાઇકે લડાઈ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આસિમ તેના પર પણ ગુસ્સે થયો. તે પછી, રૂબીનાના પતિ અભિનવે આસિમ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, “શું મગજ ન હોવું અને ખરાબ વર્તન કરવું એ પણ ખરાબ ફિટનેસની નિશાની નથી? મગજ યોગ્ય જગ્યા પર હોય અને તમારું વર્તન યોગ્ય હોય એ જ ફિટનેસનો સાચો અર્થ છે.” જો કે, આના બાદ મામલો ગરમાયો અને જગ્યાએ હોવું અને તમારું વર્તન યોગ્ય હોવું એ ફિટનેસનો સાચો અર્થ છે.” ત્યારબાદ મામલો ગરમાયો અને બેટલગ્રાઉન્ડમાં થયેલી આ લડાઈએ વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું. હવે અભિનવને આસિમના નામે ધમકી મળી રહી છે.
અભિનવે X પર આ ધમકીભર્યા મેસેજ અંગે પોસ્ટ કરી અને લખ્યું, “મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.” પંજાબ પોલીસને ટેગ કરીને અભિનવે લખ્યું, “ધમકી આપનાર વ્યક્તિ ચંદીગઢ કે મોહાલીનો હોય તેવું લાગે છે.” અભિનવે કાર્યવાહીની માંગ કરી છે.