New Update
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં દુબઈમાં આયોજિત SIIMA (સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ) એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે ઐશ સાથે તેની પુત્રી આરાધ્યા પણ હાજર હતી.આ ઘટનાના મા-દીકરીના ઘણા વીડિયો વાયરલ થયા છે. જ્યાં એવોર્ડ નાઈટના રેડ કાર્પેટ પર એશ તેની દીકરીને કિસ કરતી જોવા મળી હતી. જ્યારે માતાને સ્ટેજ પર એવોર્ડ મળ્યો ત્યારે આરાધ્યા તેના ફોટા કેપ્ચર કરતી જોવા મળી હતી.આ એવોર્ડ નાઈટમાં ઐશ્વર્યાને ફિલ્મ 'પોન્નિયન સેલ્વન' માટે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈવેન્ટમાં એશ અને તેની પુત્રી ફિલ્મમાં તેમના કો-સ્ટાર રહેલા ચિયાં વિક્રમ સાથે બેઠેલા જોવા મળ્યા હતા.
Latest Stories