/connect-gujarat/media/media_files/2024/10/18/Vt8xvAnMCxouSZXEEotZ.jpg)
અક્ષય કુમાર અને કરણ જોહરે સોશિયલ મીડિયા પર તેમના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી. આ ફિલ્મ ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરના જીવન પરથી પ્રેરિત છે. 'અક્કી' ફિલ્મમાં બેરિસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ જલિયાવાલા બાગની ઘટના પર આધારિત છે. એટલે કે 'જોલી એલએલબી 2' પછી અક્ષય કુમાર ફરી એકવાર બ્લેક કોટમાં જોવા મળશે.
શુક્રવારે, નિર્માતાઓએ અનટાઈટલ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી. કરણ જોહરના ધર્મા પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, 'એક અનટોલ્ડ સ્ટોરી, એક ન સંભળાયેલ સત્ય. આ ફિલ્મનું નિર્દેશન કરણ સિંહ ત્યાગી કરશે. જેમાં અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે મહત્વના રોલમાં જોવા મળશે. 14 માર્ચ, 2025 ના રોજ થિયેટરોમાં અનટાઈટલ ફિલ્મ રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં 'એક હત્યાકાંડના આઘાતજનક કવર-અપ પર શીર્ષક વિનાની ફિલ્મ લખવામાં આવી છે જેણે ભારતના ટોચના બેરિસ્ટર સી. શંકરન નાયરને બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે પ્રેરણા આપી હતી.આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે અને રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પર આધારિત છે.