અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં શૂટિંગ દરમિયાન થયો ઘાયલ, એકસન સીનનું શૂટિંગ અટકાવ્યું

સ્કોટલેન્ડમાં 'બડે મિયાં , છોટે મિયાં'નાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીન ફિલ્માવતી વખતે અક્ષય કુમાર ઘાયલ થયો હતો.

New Update
અક્ષય કુમાર સ્કોટલેન્ડમાં શૂટિંગ દરમિયાન થયો ઘાયલ, એકસન સીનનું શૂટિંગ અટકાવ્યું

 સ્કોટલેન્ડમાં 'બડે મિયાં , છોટે મિયાં'નાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીન ફિલ્માવતી વખતે અક્ષય કુમાર ઘાયલ થયો હતો.આ ઘટના બાદ એક્શન સીનનું શૂટિંગ અટકાવી દેવાયું હતું. અક્ષય કુમારની ઈજા બહુ ગંભીર નહીં હોવાથી સમગ્ર ફિલ્મનુ શૂટિંગ રોકવામાં આવ્યું ન હતું. પરંતુ થોડા સમય માટે એક્શન દૃશ્યોને અટકાવી માત્ર ક્લોઝ અપ્સ લેવામાં આવ્યા હતા.

ઈજાને પગલે અક્ષયને ઘૂંટણ પર બ્રેસીસ મૂકવાની ફરજ પડી હતી. વિદેશમાં શૂટિંગ સિમિત શિડયુલનું હોય છે. આથી એક પણ દિવસ વેડફાય તે નિર્માતા માટે આર્થિક રીતે બોજારુપ હોવાથી અક્ષયે ક્લોઝ અપ્સ અને મિડ શોટ્સ સાથે શૂટિંગ આગળ ધપાવ્યું હતું. બોક્સ ઓફિસ પર અક્ષય હાલ નિષ્ફળ અભિનેતા પુરવાર થયો છે. તેની એક પછી એક સતત પાંચ ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. આથી તેને એક હિટ ફિલ્મની તાતી જરુર છે. 

Latest Stories