આલિયા ભટ્ટે કરોડોની કાર છોડી ઓટો રીક્ષામાં કરી મુસાફરી

આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક તેના અંગત જીવનને કારણે હેડલાઈન્સમાં રહે છે.

New Update
a

આલિયા ભટ્ટ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક તેના અંગત જીવનને કારણે હેડલાઈન્સમાં રહે છે.

Advertisment

હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આલિયા કરોડોની લક્ઝુરિયસ કાર છોડીને ઓટો રિક્ષામાં સવારી કરી રહી છે. તેની સ્ટાઈલ જોઈને કોઈ તેના વખાણ કરી રહ્યું છે તો કોઈએ કહ્યું કે પીઆર સ્ટંટ ગણાવી રહ્યું છે.મુંબઈનાં ટ્રાફિકથી પરેશાન થઈ એક્ટ્રેસ ઓટો રિક્ષામાં સવારી કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આલિયા સાથે વીડિયોમાં તેની ટીમ પણ જોવા મળી રહી છે. તેણે પોતાની મોંઘી કારમાં બેસવાને બદલે ઓટો રિક્ષામાં સવારી કરવાનું વધુ પસંદ કર્યું. જોકે તેણે આવું શા માટે કર્યું તે અંગે કોઈ કારણ જાણવા મળી રહ્યું નથી.

આલિયા ભટ્ટને સામાન્ય લોકોની જેમ ઓટો રિક્ષા સવારી કરતાં જોઈને એક યુઝરે લખ્યું, આ પબ્લિસિટી સ્ટંટ છે. અન્ય યુઝરે કોમેન્ટ કરી કે, આ બધું માત્ર કેમેરા માટે છે. બીજી તરફ ધણા લોકોએ એક્ટ્રેસની આ સાદગીનાં વખાણ પણ કર્યા હતાં. કેટલાક આલિયાને ડાઉન ટુ અર્થ કહી રહ્યા છે તો કેટલાક તેને સ્વીટહાર્ટ કહી રહ્યા છે.

Advertisment