વધુ એક અભિનેત્રી બની DeepFake વીડિયોનો શિકાર, રશ્મિકા બાદ હવે Kajolનો બનાવટી અશ્લીલ વીડિયો વાયરલ....

રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે.

New Update
વધુ એક અભિનેત્રી બની DeepFake વીડિયોનો શિકાર, રશ્મિકા બાદ હવે Kajolનો બનાવટી અશ્લીલ વીડિયો વાયરલ....

રશ્મિકા મંદાના ગત દિવસોમાં પોતાના ડીપ ફેક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં રહી. ત્યારે રશ્મિકા બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ કાજોલ આ ટેકનિકનો શિકાર બની છે. કાજોલનો બનાવટી અશ્લિલ વીડિયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વાયરલ બનાવટી વીડિયોને અમે દર્શાવી શકીશું નહીં. વીડિયોમાં ડીપ ફેક ટેકનિકનો ઉપયોગ કરીને એક્ટ્રેસને અશ્લિલ રીતે રજૂ કરવામાં આવી છે. ડીપ ફેકથી એડિટ કરવામાં આવેલા વીડિયોમાં એક્ટ્રેસને કપડા બદલતી દર્શાવાઈ છે. કાજોલનો આ બનાવટી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેમના ફેન્સ આ વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે, આ વીડિયોને શેર કરતા લખવામાં આવ્યું છે કે, 'કેમેરામાં કપડા બદલતા કેદ થઈ કાજોલ દેવગણ.' કાજોલ કેમેરાની સામે કપડા બદલતી નજરે આવી રહી છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાજોલ નથી, પરંતુ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તેમણે પોતાના આ વીડિયોને ટિક-ટોક પર શેર કર્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. જણાવી દઈએ કે, આ વીડિયોને તેણે જૂન મહિનામાં શેર કર્યો હતો. ત્યારે જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો, તો અનેક વખત ચેહરા બદલાતા જોવા મળશે. જણાવી દઈએ કે, રશ્મિકા મંદાના વાળા કેસમાં દિલ્હી પોલીસે 10 નવેમ્બરે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારબાદ 15 નવેમ્બરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસની ifso યૂનિટે બિહારના રહેવાસી 19 વર્ષિય યુવકને કસ્ટડીમાં લીધો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Read the Next Article

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે થયું અવસાન

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

New Update
kta

'કાંટા લગા' ફેમ અને 'બિગ બોસ 13' સ્પર્ધક શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ હાલ કૂપર હોસ્પિટલમાં છે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'એ હોસ્પિટલના રિસેપ્શનિસ્ટને ટાંકીને જણાવ્યું છે કે, અભિનેત્રીને 27મી તારીખે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને  તબીબે તેમને હવે મૃત જાહેર કરી છે. અહેવાલો અનુસાર, તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શેફાલીના અચાનક દુનિયા છોડી દેવાથી મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કૂપર હોસ્પિટલથી શેફાલી જરીવાલાના પતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કારમાં બેઠેલો અને તૂટેલો દેખાય છે. કારની અંદર બેઠેલો પરાગ પોતાના ઉદાસ ચહેરાને હાથથી ઢાંકવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. ગાયક રાહુલ વૈદ્યએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રીનો ફોટો પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, 'રેસ્ટ ઇન પીસ, તમે અમને ખૂબ વહેલા છોડીને જતા રહ્યાં' ગાયક મીકા સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, 'હું ખૂબ જ આઘાત અને દુઃખી છું, આપણો પ્રિય સ્ટાર અને એક સારો મિત્ર આપણને છોડીને ચાલ્યો ગયો.'