“આન્ટી લાગો છો”, ઐશ્વર્યા રાય તેની હેરસ્ટાઈલ માટે ટ્રોલ થઈ..!

ફિલ્મ સ્ટાર્સને ક્યારેક સોશિયલ મીડિયા પર અપાર પ્રેમ મળે છે, તો સાથે જ તેમને નારાજગીનો પણ સામનો કરવો પડે છે.

New Update
“આન્ટી લાગો છો”, ઐશ્વર્યા રાય તેની હેરસ્ટાઈલ માટે ટ્રોલ થઈ..!

ફિલ્મ સ્ટાર્સને ક્યારેક સોશિયલ મીડિયા પર અપાર પ્રેમ મળે છે, તો સાથે જ તેમને નારાજગીનો પણ સામનો કરવો પડે છે. તે ફિલ્મી જીવનનો એક ભાગ બની ગયો છે. તાજેતરમાં જ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે પણ કંઈક આવું જ થયું હતું. ભૂતપૂર્વ મિસ વર્લ્ડને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. બર્થડે પાર્ટીનું આયોજન ફિલ્મમેકર સુભાષ ઘાઈએ કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. ઐશ્વર્યા રાયે પણ પોતાના પરિવાર સાથે આમાં ભાગ લીધો હતો. આમાં ઐશ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ લોકો તેની જૂની હેર સ્ટાઈલથી નારાજ થઈ ગયા. બસ આ નાની વાત અને લોકોએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.


ઐશ્વર્યા રાયના લુક પર એક યુઝરે કોમેન્ટ કરી, 'તમે તમારા ચહેરા પર પ્લાસ્ટિક લગાવો.' અન્ય યુઝરે લખ્યું, 'જો તમે તમારી હેર સ્ટાઈલ નથી બદલતા તો ઓછામાં ઓછી તમારી ડ્રેસિંગ સ્ટાઈલ તો બદલો.' તે જ સમયે એક વ્યક્તિએ ઐશ્વર્યાને આંટી પણ કહી હતી. યુઝરે લખ્યું, 'હવે સમય આવી ગયો છે સ્ટાઈલ બદલવાનો, તેનો લુક આંટી જેવો છે.'

Latest Stories