Connect Gujarat
મનોરંજન 

હિન્દી સિનેમા જગતમાંથી આવ્યા માઠા સમાચાર, ‘દિલ ચાહતા હૈ’ ફેમ એકટર રિયો કાપડિયાનું નિધન.....

બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.

હિન્દી સિનેમા જગતમાંથી આવ્યા માઠા સમાચાર, ‘દિલ ચાહતા હૈ’ ફેમ એકટર રિયો કાપડિયાનું નિધન.....
X

બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે. તે 66 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે મુંબઈમાં થશે. જો કે મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રિયોએ ઘણી ટીવી સિરિયલ્સ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણે આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી સાથે પણ કામ કર્યું હતું. રિયોના મિત્ર ફૈજલ મલિકે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, 'ખુબ જ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે હવે રિયો અમારી વચ્ચે રહ્યા નથી. તેઓએ આજે બપોરે 12:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બાકીની વિગતો સાંજ સુધીમાં પરિવાર દ્વારા જાહેર કરવામાં આવશે.

Next Story