Connect Gujarat
મનોરંજન 

બોલિવૂડ અભિનેત્રી રિયા સેન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા

બોલિવૂડની વધુ એક અભિનેત્રી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાઈ છે. અભિનેત્રી રિયા સેન આજે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ ગયા છે.

બોલિવૂડ અભિનેત્રી રિયા સેન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા
X

બોલિવૂડની વધુ એક અભિનેત્રી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાઈ છે. અભિનેત્રી રિયા સેન આજે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ ગયા છે. આ અગાઉ પૂજા ભટ્ટ પણ કોંગ્રેસની આ યાત્રામાં સામેલ હતા.

રાહુલ ગાંધીની સાથે પગપાળા મુસાફરી કરતી વખતે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને અન્યોએ આજે મહારાષ્ટ્રના પાતુરથી યાત્રા ફરી શરૂ કરી. આ દરમિયાન તેની સાથે રિયા સેન પણ જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીની આગેવાની હેઠળની 'ભારત જોડો યાત્રા'ને 71 દિવસ પૂર્ણ થયા છે. જેમાં રાહુલ ગાંધી સાથે અનેક લોકોએ 1550 કિલોમીટરથી વધુની યાત્રા કરી છે. રાહુલ ગાંધીએ આ યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ કરી હતી. જેમાં કોંગ્રેસીઓની ભીડ સાથે અનેક નેતાઓ અને કલાકારોએ પણ ભાગ લીધો હતો.

અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ પણ આ સફરનો હિસ્સો છે. આ સિવાય અભિનેતા સુશાંત સિંહે પણ ભારત જોડો યાત્રામાં પોતાની હાજરી નોંધાવી છે. દક્ષિણ અભિનેત્રી પૂનમ કૌરે પણ 'ભારત જોડો યાત્રા'માં સક્રિયપણે ભાગ લીધો હતો.

Next Story